Mukhyamantri Bhagyalaxmi Bond Yojana:સંપૂર્ણ જાણકારી
રાજ્ય સરકાર મુજબ ગરીબ અને પછાત વર્ગના લાભાર્થે આ યોજના અમલ માં મૂકવામાં આવી છે.આ મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના સરકાર દ્વારા નાણાકીય યોજના છે. કોઈ પણ બાંધકામ કામદારોના ઘરે પુત્રીનો જન્મ થયો હોય તો 1 વર્ષની અને આ યોજનામાં અરજી કરવામાં આવે તો તેમણે 25,000ની ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજનો લાભ મળી શકશે.જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે આ ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજમાથી પૈસા ઉપાડી શકે છે.
Mukhyamantri Bhagyalaxmi Bond Yojana: યોજનાનો મુખ્ય હેતુ શું છે?
Mukhyamantri Bhagyalaxmi Bond યોજના ” દીકરી ભણાવો દીકરી વધાવો ” ના ઉદેશ્ય સાથે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જેમાં પરિવારમાં દીકરીના જન્મના વધામણા માટે દીકરીને 25,000/- રૂપિયા આપવામાં આવે છે. ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજનાનો મુખ્ય હેતુ નીચે મુજબ છે.
- સ્ત્રી સશક્તિકરણ માટેનો મુખ્ય હેતુ.
- બાંધકામ શ્રમિકોની દીકરીઓને શિક્ષણ માટેની આર્થિક સહાય.
- સ્ત્રી ભ્રણ હત્યાને અટકવામાં માટે.
Mukhyamantri Bhagyalaxmi Bond Yojana:યોજનાનો લાભાર્થી પાત્ર?
- ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન લેબર વેલ્ફેર બોર્ડમાં નોંધાયેલ બાંધકામ કામગીરીની પુત્રી આ યોજના નો લાભ ઉઠાવી શકશે.
- મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના મુજબ સહાય મેળવા માટે વ્યક્તિએ દિલીવારીના 12 મહિનાની અંદર જો અરજી કરેલ હોય તો તેમણે 25,000 રૂપિયાની સહાય મળશે.
- ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનામાં દીકરીના માતા-પિતાને લાભાર્થી પુત્રીના પિતા સહાય ન હોય તો તેવા કિસ્સામાં લાભાર્થીની ગણવામાં આવશે.
Mukhyamantri Bhagyalaxmi Bond Yojana:યોજનાના નિયમો
- બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા પછી જ આ યોજનાનો લાભ બાંધકામ શ્રમિકને મળવાપાત્ર થશે તેમજ લાભાર્થીએ બોર્ડના નિયમ પ્રમાણે વખતોવખત ઓળખકાર્ડ રીન્યુ કરાવેલ હોવું જોઈએ.
- નોંધાયેલ બાંધકામ દીકરીના જન્મનાં ૧૨ માસની અંદર નિયત નમુનામાં અરજી કરી શકશે.
- નોંધાયેલ બાંધકામ શ્રમિક આ યોજનાની સહાય ફક્ત એક દીકરીના નામે લઇ શકશે.
- બોન્ડની રકમ દીકરીની ૧૮ વર્ષની વય પૂરી થતા ફક્ત દીકરી જ ઉપાડી શકાશે.
- આ યોજનામાં લાભાર્થી દીકરીના પ્રથમ વારસદાર તરીકે દીકરીની માતા ગણાશે જો લાભાર્થી દીકરીની માતા હયાત ન હોય તેવા કિસ્સામાં લાભાર્થી દીકરીની બહેનને(૧૮ વર્ષ અથવા ૧૮ વર્ષથી વધુ વય ધરાવતી) વારસદાર તરીકે ગણવામાં આવશે અને જો લાભાર્થી દીકરીની બહેન પણ હયાત ના હોય ત્યારેજ લાભાર્થી દીકરીના પિતાને તે દીકરીના વારસદાર તરીકે ગણવામાં આવશે.
Mukhyamantri Bhagyalaxmi Bond Yojana:યોજનામાં દસ્તાવેજની સપૂર્ણ જાણકારી
- લાભાર્થીનું આધારકાર્ડ ની નકલ
- દીકરીના જન્મનું પ્રમાણપત્ર ની નકલ
- નમૂના મુજબનું સોગંદનામું
- બાંધકામ શ્રમિકનું ઓળખકાર્ડ ની નકલ
- બાંધકામ શ્રમિકના પ્રમાણ પત્ર ની નકલ
- રેશનકાર્ડ ની નકલ
- લભાર્થી દીકરીનું આધારકાર્ડ ની નકલ
- બોન્ડ મેળવવા માટે બૈંકનું ફોર્મ ની નકલ
ખાસ નોંધ: બાંધકામ શ્રમિકને સહાય મેળવામાં માટે બાંધકામ શ્રમિકનું ઓળખકાર્ડ,સ્માર્ટકાર્ડ રજૂ કરવાનું રહશે. ઓળખકાર્ડ અને સ્માર્ટકાર્ડ સમય સાથે રિન્યૂઅલ કારવેલું હોવું જરૂરી છે.
Mukhyamantri Bhagyalaxmi Bond Yojana: યોજનાની ઓનલાઇન અરજી કરવાની જાણકારી
- પેહલા અરજદારે ઓનલાઇન ભાગ્યલક્ષ્મીની વેબસાઇટ પર જવાનું.
- ત્યારે બાદ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જવાનું.
- ત્યારે બાદ નવા અરજદારે સન્માન પોર્ટલ પર નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રાહશે. રજીસ્ટ્રેશ કરતી સમયે ઉઝર આઈડી અને પાસવર્ડ, મોબાઈલ પર sms મોકલવામા આવશે.
- નોંધણી કર્યા બાદ, અર્જરદારે લૉગીન કર્યા પછી અરજદારે ગુજરાત બિલ્ડીંગ અને અન્ય બાંધકામ મંજૂર કલ્યાણ બોર્ડ દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓની સંપૂર્ણ જાણકારી લેવાની રાહશે.
- બધી યોજનામાંથી ઉમેદવારે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજનાની પસંદગી કરવાની.
- આ કર્યા બાદ એક નવું પેજ ખુલશે જેના પર તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રાહશે, તેમા અરજદારે તેમની પોતાની સંપૂર્ણ જાણકારીની પૂરતી કરવાની, જેમાં લેબર આઇડેન્ટિફિકેશન કાર્ડની જાણકારી, આરાજદારનું નામ, સરનામું અને ઘણી માહિતી તમારે એ ફોર્મમાં ભરવાની હશે. એઆ બધી જાણકારી પૂર્ણકર્યા બાદ સેવ કરવાનું રાહશે.
- ત્યારે બાદ તેમાં ફોર્મમાં આપેલ તમામ માહિતીની પૂરતી કરવાની રાહશે.
- આ બધી માહિતીની પૂરતી કર્યા બાદ તમારે તમાર દસ્તાવેજ અપલોડ કરવાના રાહશે.
- જ્યારે તમે એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ દસ્તાવેજ અપલોડ કર્યા બાદ એક એપ્લિકેશન નંબર આવશે, તેને તમારે આગળની માહિતી માટેની પક્રિયા માટે રેકોર્ડમાં રાખવા પાળશે.
- આ બધી પ્રક્રિયા કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ પ્રાપ્ત કરવાની રાહશે, એના એપ્લિકેશન નંબર દ્વારા તમે અરજીની સ્થિતિ જાણી શકશો.